અમરેલીના લીલીયાના ગોઢાવદરમાં નેતાઓને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવાયા
અમરેલી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન વધુ ઉગ્ર બનતા હવે રાજકીય નેતાઓ માટે ગામડાઓમાં પ્રવેશબંધી લદાઇ રહી છે.
અગાઉ સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામમાં રાજકીય નેતાઓને માટે પ્રવેશ બંધી કરવામાં આવ્યા બાદ હવે લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં પણ નેતાઓને પગ ન મુકવા સ્પષ્ટ જણાવી દેવાયું છે.
ગાઢાવદર ગામનાં લોકોએ જાહેરમાં જ આવા લખાણ સાથેના બેનર લટકાવી દીધા છે. ગામ લોકોએ બેનરમાં સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભાજપ કે કોંગ્રેસના કોઇ નેતા કે કાર્યકરોએ ગામમાં મત માંગવા માટે આવવું નહી. ગામમાં કોઇ રાજકીય કાર્યક્રમ કરવો નહીં. આમ છતાં કોઇ રાજકિય આગેવાન આવે કે કાર્યક્રમ કરે અને કોઇ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી તેમની રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
0 comments:
Post a Comment