રજની પટેલનો પણ થાળી વેલણથી બહિષ્કાર કરવાની હાર્દિક પટેલની મહિલાઓને સૂચના
પાટીદાર યુવાનો જાગો અનામત માગો
જય સરદાર...જય પાટીદાર..
અનામતની માંગણીને લઈને પાટીદારોના દેખાવો પ્રબળ થતા જાય છે. 25મી ઓગસ્ટની અમદાવાદની ક્રાંતિ રેલી ખરા અર્થમાં ક્રાંતિ રેલી બની ગઈ છે. ત્યારબાદ જે તોફાનો થયા તેનાથી રાજ્યભરમાં પાટીદારો સરકાર વિરુધ્ધ થવા માંડ્યાં છે. ગઈ કાલે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રુપાલાના કાર્યક્રમમાં જે રીતે પાટીદાર મહિલાઓએ થાળી અને વેલણ લઈને હોબાળો મચાવી દીધો હતો હવે એ જ રીતે અન્ય એક નેતા રજનીભાઈ પટેલના ત્યાં પણ આ જ રીતે હોબાળો કરવા અંગે મહિલાઓને કહી દેવાયું છે.
મહેસાણામાં એક કાર્યક્રમ દરમિયાન રજનીભાઈ પટેલનો બહિષ્કાર કરવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર મહિલાઓને મળ્યાં અને કહી દીધુ હતું કે આ કાર્યક્રમમાં રજનીભાઈનો થાળી અને વેલણ લઈને હજારો મહિલાઓએ વિરોધ કરવો.
0 comments:
Post a Comment