વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે,મારા ભાઇઓને કેમ માર્યા?’
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હોમટાઉન વિજાપુરમાં પટેલોના તીખા તેવર દેખાયા હતા અને 25 હજાર જેટલા પાટીદારોને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, ‘સાપના કણાને ખિસ્સામાં જ મસળી નાખીશું.
વિધાનસભામાં બેઠેલા 45 બાઘડબિલ્લાઓમાંથી કોઈએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે,મારા ભાઇઓને કેમ માર્યા?’
મહેસાણાના વિજાપુર ખાતે પાટીદાર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ, પ્રતીક ઉપવાસ અને કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં મંગળવારે રાત્રે પહોંચેલા હાર્દિકે અને લાલજી પટેલે પાટીદારોની જંગી સભાને સંબોધી હતી.
હાર્દિકે કહ્યું હતું કે, ‘મારામાં ગાંધીની વિચારધારા નથી, ભગતસિંહના વિચારો છે. આપણે સરદારનાં સંતાનો છીએ. સમાજે પોતાનું ગૌરવ ઊભું કર્યું છે.
સાપના કણાને આપણે ખિસ્સામાં જ મસળી નાખીશું, મજબુતાઈથી લડવું પડશે.’
હાર્દિકે સરકાર સામે એવા વેધક સવાલો પણ ઉઠાવયા હતા કે, ‘જીએમડીસી ગ્રાઉન્ડનો જનરલ ડાયર કોણ છે?
100 કરોડ ભેગા કરનારા આગેવાનો ક્યાં ગયા?
આપણે 14 રાજ્યોના 28 કરોડ પાટીદારો છીએ. આપણે કોઈ સમાજનું ખરાબ કર્યું નથી, કરવાના પણ નથી,
હજુ 30 લાખ પાટીદારોએ ભેગા થવાનું છે, તૈયાર રહેજો*
0 comments:
Post a Comment