સુરતઃ ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની પાટણ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં ધરપકડ ખોટી કરી હોવાનો પાટીદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ આક્ષેપ બાદ હવે સુરત ‘પાસ’ ટીમ 1 સપ્ટેમ્બરના રોજ સવારે 8.30 યોગીચોક ખાતે ગણપતિની મૂર્તિ સાથે રાખીને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
8 રેલીઓ ભેગી થઈ વિશાળ રેલીનું આયોજન
આ અંગે સુરત ‘પાસ’ કન્વીનર અલ્પેશ કથીરીયાએ જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને દિનેશ ભાંમભણીયાને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ દ્વારા કાયદાનો દુરઉપયોગ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવવામાં આવ્યા છે. જેના વિરોધમાં શુક્રવારે સવારે 8.30 કલાકે ગણપતિની નાની મૂર્તિઓ સાથે રાખીને અલગ અલગ વિસ્તારોમાંથી 8 રેલીઓ યોગીચોકમાં ભેગી થશે અને ત્યાંથી એક વિશાળ રેલી માનગઢ ચોક મીનીબજાર ખાતે પહોંચશે.
અલ્પેશ પટેલે વધુમાં જણાવ્યું કે, જો પોલીસ દ્વારા હાર્દિક અને કાર્યકર્તાઓને નહીં છોડે તો ગણેશ વિસર્જનના દિવસે વધુ આક્રમક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની જાહેરાત મીનીબજાર માનગઢ ચોક ખાતેથી કરવામાં આવશે.
રેલી નો રૂટ
- 1-સુદામા ચોક મોટા વરાછા થી લજામણી ચોક થઇ ને યોગીચોક
- 2-સરથાણા જકાતનાકા થી સીમાડા થઇ ને યોગીચોક,
- 3-હરિદર્શન નો ખાડો કતારગામ થી યોગીચોક,
- 4-પસોદરા ગઢપુર થી યોગીચોક,
- 5- સીતાનગર ચોક થી કારગીલ ચોક થઇ ને યોગીચોક,
- 6-ગજેરા સર્કલ કતારગામ થી યોગીચોક,
- 7- શ્યામધામ ચોક થી યોગીચોક,
- 8-હીરાબાગ થી કાપોદ્રા – રચના થઇ ને યોગીચોક.
- આ તમામ 8 રેલીઓ એકઠી થઈને એક વિશાળ રેલી માનગઢ ચોક, મીનીબજાર પહોંચશે. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
0 comments:
Post a Comment