હાર્દિકની ધરપકડ બાદ સમાધાનનાં દરવાજા બંધ, પાટીદાર આંદોલન બનશે વધુ ઉગ્ર !
લગભગ મહિના પહેલા હાર્દિકે સરકારને પત્ર લખી સમાધાન માટે પહેલ કરી હતી. સરકાર વતી ડેપ્યુટી સીએમ નીતીન પટેલે હકારાત્મક વલણ રાખી નિવેડાની ખાતરી પણ આપી હતી. પરંતુ પાટણમાં કેસ દાખલ થયા બાદ એવું લાગી રહ્યું છે પાટીદાર અનામત આંદોલનનો નિવેડો આવવાની કોઈ શકયતા હાલનાં તબક્કે લાગી રહી નથી. ટીમ હાર્દિકે પાટણનાં કેસ અંગે ભાજપ સરકાર પર પોલીસનાં ગેરઉપયોગનો આરોપ મૂક્યો છે અને એફઆઈઆરને રદ્ કરવા કોર્ટમાં અરજ પણ ગુજારી છે.
હાર્દિક સાથે રહી અનામત આંદોલનામાં સક્રીય રહેનારા લોકોને સીધી યા આડકતરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું પાસની ટીમ અનેકવાર કહી ચૂકી છે. પાસની કોર ટીમમાં વરુણ પટેલ. લલિત વસોયા, અલ્પેશ કથીરીયા, અતુલ પટેલ, રેશ્મા પટેલ, ધાર્મક માલવિયા સહિતનાં અનેક નામો છે. મુદ્દો હવે અનામતનાં નિકારણનો છે.
સરકાર પાસેની મુખ્ય ચાર માંગણીમાં પોલીસ અધિકારી-કર્મચારી પર પગલા ભરવાના મામલે સરકાર રાજી નથી એવુ હાલનાં તબક્કે જોવા મળી રહ્યું છે. ટીમ પાસનું માનવું છે કે જે પોલીસ અધિકારીઓ કમેરામાં મા-બેહનની ગાળો ભાંડતા, તોડફોડ કરતા દેખાય છે તેમની સામે સરકાર સખત કાર્યવાહી કરે તો જ સમાધાન શક્ય છે. 14 યુવાનોનાં મોત બાબતો સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જવાબદાર પોલીસને સરકાર છાવરી રહી હોવાનું પાસનાં નેતાઓનું માનવું
અમુક સમયે એમ મનાતું હતું કે અનામત આંદોલન અંગે સમાધાન થવાની ઘડીઓ ગણાઈ રહી છે.પરંતુ અચાનક ટીમ હાર્દિકની પાટણમાં ધરપકડ થતાં સ્થિતિ ફરી બદલાઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. જેનો દાખલો સુરતમાં નીકળેલી વિઘ્નહર્તા રેલી છે.
0 comments:
Post a Comment