અમદાવાદઃ ભાવનગર ખાતેના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે થોડા સમય અગાઉ એક મહિલા પર સામુહિક દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારાઈ હતી. આ મહિલાને ન્યાય અપાવવા પાટીદાર સમાજ અને ખાસ કરીને એસપીજી દ્વારા ઘણા પ્રદર્શનો અને કાર્યક્રમો યોજાયા હતા. આ ઘટનાના સાક્ષીને માર મારી માનસીક ત્રાસ આપીને તેને આત્મહત્યા કરવા મજબુર કરાયો હોવાનો આક્ષેપ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું.
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પાટીદાર માતૃશ્રી સામુહિક રેપ કેસ અને હત્યાકાંડ બાબતે સરદાર પટેલ સેવાદળને ગૃહમંત્રી તથા કલેક્ટર દ્વારા I.G. લેવલની તપાસની ખાતરી અપાઇ હતી અને હવે સ્થાનિક પોલિસ દ્વારા સાક્ષી ધીરુભાઇ ગુજરાતી પર દબાણ અને માર મરાતા અને માનસીક ત્રાસ અપાતા અત્મહત્યા કરેલ છે તો ભાજપ સરકાર જવાબદાર સ્થાનિક પોલીસ તથા અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરે, યોગ્ય કાર્યવાહી કરે, સાચા આરોપીને પકડે અને ન્યાય આપે નહીંતર આગામી સમયમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પરિસ્થિતિ થાય તેની જવાબદારી પોલીસતંત્ર તેમ જ ભાજપ સરકારની રહેશે.
આ સંદર્ભે નચિકેત મુખીએ પણ કહ્યું કે, અમે આ કેસને ઉપરી અધિકારીઓ તપાસમાં લે તે બાબતની રજુઆત નાયબ મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રીને પણ રજુઆત કરી હતી અને ગૃહમંત્રી દ્વારા આ કેસને આઈજી લેવલના અધિકારી તપાસમાં લેશે તેવી ખાતરી અપાઈ હતી તો પછી ધીરૂભાઈને આ રીતે લોકલ પોલીસ શા માટે હેરાન કરતી હતી. તેમને મરતા અગાઉ પણ પોલીસની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.
0 comments:
Post a Comment