અમદાવાદ:આજે સવારે હાર્દિક પટેલ લખનૌથી પરત ફરી રહ્યો ત્યારે પોલીસ દ્વારા જયપુર એરપોર્ટ પર તેની અટકાયત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ આજે જયપુર ખાતે પાટીદાર સમાજ તથા વેપારી સમાજ સાથે મુલાકાત કરવાનો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી હતી. જે બાદ બપોરે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, આટલી બધી પોલીસ સામાન્ય વ્યક્તિ પાછળ કેમ, આતંકવાદી પાછળ કેમ નહીં? આપણા દેશમાં સ્વતંત્રતા છીનવામાં આવી રહી છે. દેશના ભાજપ સાશિત પ્રદેશોમાં આવું જ થઇ રહ્યું છે. જોકે, ઉદેપુરના એસપીએ જણાવ્યું હતું કે, હાર્દિકને એરેસ્ટ કરવામાં આવ્યો નથી. તે અંડર પ્રોટેક્શન છે.
હાર્દિક પટેલ : મારું એન્કાઉન્ટર કરે તેવો માહોલ: હાર્દિક પટેલ
અટકાયત
કરાતાં હાર્દિક પટેલે divyabhaskar.com સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું
કે, પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી છે અને મને અજ્ઞાત સ્થળે લઇ જવાય
છે. મારું એન્કાઉન્ટ કરે તેવો માહોલ બનાવ્યો છે. મને કંઇ પણ થશે તો તેની
સંપૂર્ણ જવાબદારી રાજસ્થાન સરકારની રહેશે.
નહીં છોડે તો જલદ આંદોલન: પાસ #PASS
હાર્દિક
પટેલની અટકાયત કરતાં પાસના પ્રવક્તા બ્રિજેસ પટેલે જણાવ્યું હતું કે,
જયપુર પોલીસ દ્વારા હાલમાં રાજસ્થાન સરકારના દબાણમાં આવી ભારતના નાગરિક
સાથે અમાનુસીભર્યું વર્તન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલને તાત્કાલિક
છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં જલદ આંદોલન કરવામાં આવશે.
લખનૌથી પરત ફર્યો હતો હાર્દિક
પાટીદાર
અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલ છ મહિના માટે ગુજરાતમાંથી તડીપાર
હોવાથી હાલ તે ઉદ્દેપુર ખાતે રહે છે. હાઇકોર્ટના આદેશ અનુસાર હાર્દિકને
હરિદ્વાર જવા માટેની છૂટ આપવામાં આવી હતી. હાર્દિક પટેલ બિહારના
મુખ્યમંત્રી નીતિશ કુમારને તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવતને મળીને
ગઇકાલે લખનૌ ખાતે કિસાન પંચાયતને સંબોધન કરી આજે સવારે જયપુર પરત ફર્યો
હતો.
સુરક્ષાના કારણો આપી કરાયું દબાણ
જયપુરમાં
હાર્દિક પટેલની વિવિધ ગુજરાતી સમાજ સાથે બેઠક હતી. પરંતુ જયપુર પોલીસે
હાર્દિક પટેલને એરપોર્ટ પર જ રોકી ને જયપુરમાં જવાને બદલે સીધા ઉદ્દેપુર
જવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન પોલીસના 25 જેટલા ઉચ્ચ અધિકારીઓએ
હાર્દિકને પકડીને પહેલાં વીઆઇપી હોલમાં લઇ ગયા હતા, જ્યાં તેને સુરક્ષાના
કારણો આપી જયપુર ન જવા માટે દબાણ કર્યું હતું. તેમ છતાં હાર્દિકે જયપુર
જવાની જીદ પકડતાં ડીસીપી સહિતનો પોલીસનો કાફલો હાર્દિકને ગાડીમાં બેસાડી
અજ્ઞાત સ્થળે જવા રવાના થયો હતો.
0 comments:
Post a Comment